weekly current affairs in Gujarati

Weekly Current affairs in Gujarati

Current affairs : here is weekly current affairs in Gujarati for preparation in various competitive exams in Gujarat. Current affaris in Gujarati 2020 for GPSC. weekly current affairs in Gujarati for Bin Sachivalya Clerk, Police Constable, PSI etc.
Current affairs in Gujarati
Current affairs in Gujarati


⭕Date:-23 એપ્રિલથી 30 એપ્રિલ, 2020⭕

  *●રિલાયન્સ જિયો અને ફેસબુક વચ્ચે ડીલ થઈ, ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 5.7 બિલિયન ડોલર (આશરે 43,574 કરોડ રૂપિયા)નું રોકાણ કરી 9.99% ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી.*

*●ડોક્ટર,નર્સો પર હુમલો બિનજામીનપાત્ર ગુનો, 7 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ*

*●કોરોના સામેની લડાઈમાં ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદ જિલ્લામાં કોવિડ-19 મોબાઈલ ટેસ્ટિંગ વાન શરૂ કરાઇ.*

*●વિખ્યાત રંગકર્મી ઉષા ગાંગુલીનું નિધન*
 *➖ઉત્તરપ્રદેશના કાનપુરના નરવા ગામના રહેવાસી*
*➖40 વર્ષથી રંગમંચ સાથે કોલકાતામાં સક્રિય હતા*
*➖1976માં તેમણે રંગકર્મી થિયેટર ગ્રુપની સ્થાપના કરી હતી.*

*●મુકેશ અંબાણી એશિયના સૌથી અમીર વ્યક્તિ બન્યા. જેક મા ને પછાડ્યા, ફેસબુક ડીલથી અંબાણીની સંપત્તિ 55 હજાર કરોડથી વધી 3.73 લાખ કરોડ થઈ.*

*●પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના 68.80 લાખ ગરીબ પરિવારોને 3.40 કરોડ લોકોને ઘઉં અને ચોખાનું વિતરણ*

*●ઈડરના દાવડ ગામમાં જૈન તીર્થંકરોની 800 વર્ષ જૂની 40 થી વધુ મૂર્તિ મળી*

*●ઝારખંડના પૂર્વ પ્રધાન એનોસ એકકાને મની લોન્ડરિંગ કેસમાં 7 વર્ષની જેલ*

*●ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 0.8% કર્યો.*

*●જિયો-ફેસબુક ડીલને 'પ્રોજેક્ટ રેડવુડ' નામ અપાયું.કેલિફોર્નિયામાં રેડવુડના વૃક્ષ વધુ હોવાથી*

*●24 એપ્રિલ ➖ પંચાયતી રાજ દિવસ*

*●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, મોબાઈલ એપ અને સ્વામિત્વ યોજનાનો શુભારંભ કરાવ્યો.*
*➖ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા અને તેને લગતી માહિતી , ફંડ તેમજ સરકારી માહિતી એક જ મંચ પરથી મળી રહેશે.*
*➖સ્વામિત્વ યોજના : ગામોમાં સંપત્તિના વિવાદોના ઉકેલ માટે*
*➖આ યોજનાઓની શરૂઆત 6 રાજ્યોમાં કરવામાં આવી : ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ*

Current affairs in Gujarati

*●રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ સંજય કોઠારીએ ચીફ વિજિલન્સ કમિશનર પદ (CVC)ના શપથ લીધા*

*●અમેરિકાનું બોલિનસ તમામ રહેવાસીઓનો કોરોના અને એન્ટીબોડી ટેસ્ટ કરનાર વિશ્વનું પ્રથમ ગામ બન્યું.*

*●સાઉદી અરબમાં કોરડા ફટકારવાની સજા નાબૂદ કરવામાં આવી.*

*●અરવિંદ કુમાર શર્માને MSMEના મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક*

*●કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું કોરોનાના લીધે અવસાન*

*●દેશમાં તબલીગી જમાતના લોકોનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ તેલંગણાના કરીમનગર જિલ્લામાં નોંધાયો હતો.*

*●બાયોકોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન કિરણ મઝુમદાર શો મેડિસિન મેકર પાવર લિસ્ટ 2020ના ટોપ20 પ્રેરણાસ્પદ લીડરની યાદીમાં સામેલ થયા.*

*●સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ : 2019માં દુનિયાના સંરક્ષણ ખર્ચ ૱1.46 લાખ અબજ, ભારતનો પ્રથમવાર ટોપ 3 દેશોમાં સમાવેશ, ભારત 71.1 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે*
*➖અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે*

*●યુ-ટ્યુબ પર પ્રથમ વીડિયો 18 સેકંડનો મી એટ ધ ઝુ 23 એપ્રિલ, 2005ના રોજ પોસ્ટ કરાયો હતો.*

*●ભારતની પ્રથમ મહિલા એન્જીનીયર લલીથા*

*●કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 23 એપ્રિલ, 2020ના કોરોના પરિક્ષણને વેગ આપવા માટે રચાયેલી 2 હજાર પરિક્ષણની ક્ષમતાવાળી મોબાઈલ લેબનું ઉદ્દઘાટન કર્યું.તેનું નામ 'મોબાઈલ વાયરોલોજી રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટીક્સ' છે.*

*●21 એપ્રિલ, 2020ના રોજ ગોવા દેશનું પહેલું રાજ્ય બન્યું જે કોવિડ-19 થી મુક્ત થયું, પછી મણિપુર કોવિડ-19 મુક્ત બીજું રાજ્ય છે.*

*●કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ ઉત્પાદનોના પરિવહનને સરળ બનાવવા કિસાનરથ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. ખેડૂત અને વેપારીઓ એપ દ્વારા સરળતાથી પાક ખરીદી અને વેચાણ કરી શકશે.*

*●કોરોના વાઈરસનો ચેપ અટકાવવા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ દ્વારા E-Office નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી.*

Weekly current affairs in Gujarati 2020

*●મિઝોરમે 'mCOVID' નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ટ્રક ડ્રાઈવરોને અન્ય રાજ્યોથી રાજ્યમાં આવશ્યક માલનું સરળતાથી પરિવહન કરવામાં સક્ષમ બનાવે છે.*

*●22 એપ્રિલ, 2020ના રોજ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયે DIKSHA પ્લેટફોર્મ પર વિદ્યાદાન 2.0 શરૂ કર્યું. તેનો મુખ્ય ઉદ્દેશ ઇ-લર્નિંગ સામગ્રીનું યોગદાન આપવું.*

*●કર્ણાટક સરકારે કોવિડ-19 સામે લડવા માટે 'અપ્તામિત્ર' મોબાઈલ એપ્લિકેશન અને હેલ્પલાઇન શરૂ કરી.*

*●કોરોના રોગચાળા સમયે તબીબી સ્ટાફ ઉપર થતા હિંસક હુમલા સામે હવે આકરા પગલાં લેવાશે, હિંસક ઘટનાઓ માટે 3 મહિનાથી 7 વર્ષ સુધીની કેદ અને 50,000 થી 5 લાખ રૂપિયા દંડની જોગવાઈ.*

*●21 એપ્રિલ, 2020ના રોજ ગુજરાત સરકારે લોકડાઉન વચ્ચે સુજલામ સુફલામ જળસંચય સભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત કરી.*

*●પૂણે મહાનગર પાલિકાએ 'સાઈએમ' મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી. આ એપ્લિકેશન ક્વોરેન્ટાઇન લોકોની દેખરેખ માટે બનાવવામાં આવી છે.*

*●ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત

Post a Comment

0 Comments

–>